Joshua 10:30 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહે તેને પણ તેના રાજા સહિત ઇઝરાયલના હાથમાં આપ્યું. યહોશુઆએ તેમાંના સર્વ પ્રાણીઓ પર તરવારથી હુમલો કર્યો. તેમાંના કોઈને તેણે જીવતાં છોડ્યા નહિ. અને જેમ તેણે યરીખોના રાજાને કર્યું હતું તેમ તેણે તે રાજાને કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ એ નગર તથા તેના લોકો પર પણ ઇઝરાયલીઓને વિજય પમાડયો. તેમણે કોઈને જીવતો રહેવા ન દેતાં તેમાંના પ્રત્યેકને મારી નાખ્યો. તેમણે જેવા યરીખોના રાજાના હાલહવાલ કર્યા હતા તેવા જ તે નગરના રાજાના પણ કર્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાએ તેને ને તેના રાજાને પણ ઇઝરાયલના હાથમાં સોંપ્યા; અને તેણે પણ ઇઝરાયલના હાથમાં સોંપ્યાં; અને તેણે તેને ને તેમાંનાં સર્વ પ્રાણીઓને તરવારથી માર્યા. તેમાંના એકેને તેણે જીવતું રહેવા દીધું નહિ; અને જેમ તેણે યરીખોના રાજાને કર્યું હતું, તેમ તેણે તેના રાજાને કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાએ એ પણ ઇસ્રાએલીઓના હાથમાં સોંપી દીધું. અને તેમણે ત્યાંના બધાંજ માંણસોને તરવારને ઘાટ ઊતાર્યા. કોઈને છોડયા નહિં. અને યરીખોના રાજાની જે હાલત કરી હતી તે જ હાલત ત્યાંના રાજાની કરી.