Joshua 10:32 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહે લાખીશને ઇઝરાયલના હાથમાં સોંપ્યું. યહોશુઆએ બીજે દિવસે તેને કબજે કર્યું. અને તેણે લિબ્નાહને જેવું કર્યું હતું, તે પ્રમાણે તેમાંના સર્વ જીવંત પ્રાણીઓને તરવારથી મારી નાખ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ લડાઈને બીજે દિવસે ઇઝરાયલીઓને લાખીશ પર વિજય પમાડયો. તેમણે લિબ્નામાં કર્યું હતું તે જ રીતે નગરમાં કોઈને જીવતું રહેવા નહિ દેતાં એકેએકને મારી નાખ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાએ લાખીશ ઇઝરાયલના હાથમાં સોંપ્યું, ને બીજે દિવસે તેણે તે કબજે કર્યું, ને જેમ તેણે લિબ્નાને કર્યું હતું તે પ્રમાણે તેણે તેને તથા તેમાંનાં સર્વ પ્રાણીઓને તરવારથી માર્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી યહોવાએ લાખીશ ઇસ્રાએલના હાથમાં સોંપી દીધું. બીજે દિવસે તેમણે તેનો કબજો લીધો અને લિબ્નાહમાં જે કર્યુ હતું તે જ ત્યાંના બધાં જ માંણસોનું કર્યુ. સૌને તરવારને ઘાટ ઉતાર્યા.