Joshua 10:37 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ તેના પર હુમલો કરીને તેને કબજે કર્યું અને રાજા તથા તેના આસપાસના સર્વ નગરોમાંના સર્વને તરવારથી માર્યા. તેઓએ તેમાંના સર્વ પ્રાણીઓને મારી નાખ્યાં, જે તેણે એગ્લોનને કર્યું હતું, તે પ્રમાણે તેણે કોઈને જીવતા રહેવા દીધાં નહિ. પણ તેણે તેનો તથા તેમાંના સર્વ પ્રાણીઓનો સંપૂર્ણપણે સંહાર કર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને તેને કબજે કર્યું. તેમણે તેના રાજાનો તથા નગર અને આસપાસનાં ગામોમાં વસતા સૌનો સંહાર કર્યો. યહોશુઆએ એગ્લોનની જેમ હેબ્રોનનો પણ સંપૂર્ણ વિનાશ કર્યો; એમાં કોઈને જીવતું રહેવા દીધું નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓએ તે કબજે કર્યું, ને તેને તથા તેમાંનાં સર્વ પ્રાણીઓને તરવારથી માર્યા. જેમ તેણે એગ્લોનને કર્યું હતું તે પ્રમાણે તેણે કોઈને જીવતું રહેવા દીધું નહિ; પણ તેણે તેનો તથા તેમાંનાં સર્વ પ્રાણીઓનો પૂરો નાશ કર્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને રાજાની સાથે, લોકો અને નજીકનાં શહેરોમાં રહેતાં બીજા લોકોને પણ માંરી નાખવામાં આવ્યાં હતાં. કોઈને પણ જીવતું છોડવામાં આવ્યું નહોતું. તેઓએ એગ્લોનને જેમ કર્યુ હતું તેમ કર્યું.