Joshua 11:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહે પોતાના સેવક મૂસાને આજ્ઞા આપી હતી તે જ પ્રમાણે મૂસાએ યહોશુઆને આજ્ઞા આપી હતી. અને યહોવા મૂસાને જે કરવાની આજ્ઞા આપી હતી તે સઘળામાંથી યહોશુઆએ કોઈ પણ કામ કરવામાં કચાશ રાખી નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ પોતાના સેવક મોશેને આજ્ઞાઓ આપી હતી અને મોશેએ એ આજ્ઞાઓ યહોશુઆને આપી અને યહોશુઆએ તેમનું પાલન કર્યું. પ્રભુએ મોશેને આપેલી આજ્ઞાઓમાંથી યહોશુઆએ અમલ કર્યા વિના એકપણ આજ્ઞા રહેવા દીધી નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેમ યહોવાએ પોતાના સેવક મૂસાને આજ્ઞા આપી હતી, તેમ મૂસાએ યહોશુઆને આજ્ઞા આપી, અને તે પ્રમાણે યહોશુઆએ કર્યું. યહોવાએ મૂસાને જે આજ્ઞાઓ આપી હતી, તેમાંની એક પણ તેણે અમલમાં લાવ્યા વગર રહેવા દીધી નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જેમ યહોવાએ તેના સેવક મૂસાને આજ્ઞાંકિત કર્યો, ફક્ત તેમજ મૂસાએ યહોશુઆને આજ્ઞાંકિત કર્યો અને યહોશુઆએ તે પાળ્યું. તેણે તે બધું કર્યું જેના માંટે યહોવાએ મૂસાને આજ્ઞાંકિત કર્યો હતો: