Joshua 11:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોશુઆએ તે સર્વ દેશ, પર્વતીય દેશ, આખો નેગેબ, આખો ગોશેન દેશ, નીચાણની ટેકરીઓ, યર્દન નદીની ખીણ, ઇઝરાયલનો પર્વતીય દેશ અને નીચાણવાળો દેશ કબજે કર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહોશુઆએ આખો દેશ જીતી લીધો: પહાડી પ્રદેશ, દક્ષિણનો આખો નેગેવનો પ્રદેશ, ગોશેનનો આખો પ્રાંત, પશ્ર્વિમનો તળેટીનો પ્રદેશ, અરાબાનો પ્રદેશ, તળેટીના પ્રદેશસહિત ઇઝરાયલના પર્વતો,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ પ્રમાણે યહોશુઆએ તે આખો દેશ કબજે કર્યો, એટલે પહાડી પ્રદેશ, ને આખો નેગેબ, ને આખો ગોશેન દેશ, ને નીચાણનો પ્રદેશ, ને અરાબા, ને ઇઝરાયલનો પહાડી પ્રદેશ, ને તેના જ તાબાનો નીચાણનો પ્રદેશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ રીતે યહોશુઆએ સમગ્ર ભૂમિ ડુંગરાળ પ્રદેશ, નીચાણનો પ્રદેશ, સમગ્ર દક્ષિણનો પ્રદેશ, ગોશેનનો સમગ્ર પ્રદેશ, પશ્ચિમી ટેકરીઓ, યર્દનની ખીણ, ઇસ્રાએલનો પર્વતીય પ્રદેશ અને તેની ટેકરીઓ કબજે કરી.