Joshua 11:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેમ યહોવાહે મૂસાને જે કહ્યું હતું તે પ્રમાણે યહોશુઆએ આખો દેશ કબજે કર્યો. યહોશુઆએ ઇઝરાયલને તેઓનાં કુળો પ્રમાણે તે વારસામાં આપ્યો. પછી દેશમાં યુદ્ધને બદલે શાંતિ પ્રસરેલી રહી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા અનુસાર યહોશુઆએ આખો દેશ જીતી લીધો. યહોશુઆએ ઇઝરાયલીઓને એ દેશ તેમને પોતાના વતન તરીકે કુળવાર વહેંચી આપ્યો. પછી દેશમાં લડાઈ બંધ થઈ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એમ યહોવાએ મૂસાને જે કંઈ કહ્યું હતું તે પ્રમાણે યહોશુઆએ તે દેશ કબજે કર્યો; અને યહોશુઆએ તે દેશ ઇઝરાયલને તેઓનાં કુળો પ્રમાણે હિસ્સો પાડીને વતન તરીકે વહેંચી આપ્યો. અને દેશ યુદ્ધથી પરવાર્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જેમ યહોવાએ મૂસાને જણાવ્યુ હતું તે મુજબ યહોશુઆએ સમગ્ર પ્રદેશ કબજે કરી લીધો. તે તેણે ઇસ્રાએલીઓને આપ્યો યહોશુઆએ બધા કુળસમૂહોને તેમનો ભાગ આપ્યો પછી દેશમાં શાંતિ પ્રસરી રહી.