Joshua 12:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે આ દેશના રાજાઓ જેમના પર ઇઝરાયલના માણસોએ વિજય મેળવ્યો. યર્દનની પેલે પાર જ્યાંથી સૂર્યોદય થાય છે, આર્નોન નદીની ખીણથી હેર્મોન પર્વત તથા પૂર્વ તરફનો સઘળો અરાબા સુધીનો સઘળો દેશ કબજે કરી લીધો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલના લોકોએ યર્દનના પૂર્વ કાંઠા તરફ અરાબાના આખા પૂર્વપ્રદેશ સહિત આર્નોનની ખીણથી ઉત્તરમાં છેક હેર્મોન સુધીનો સમગ્ર પ્રદેશ જીતી લઈ તેમાં વસવાટ કર્યો હતો. એ પ્રદેશના જે બે રાજાઓને તેમણે હરાવ્યા તે આ પ્રમાણે છે:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે દેશના જે રાજાઓને મારીને ઇઝરાયલી લોકોએ તેઓનો દેશ, એટલે યર્દનની પેલે પાર, સૂર્યોદય તરફ, આર્નોની ખીણથી તે હેર્મોન પર્વત સુધીનો [દેશ] તથા પૂર્વ તરફનો આખો અરાબા, કબજે કરી લીધો, તે આ છે:
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસ્રાએલીઓએ યર્દન નદીના પૂર્વકાંઠાનો સમગ્ર પ્રદેશ-અર્નોનની ખીણથી હેર્મોન પર્વત સુધીનો પ્રદેશ, અરાબાહની સમગ્ર પૂર્વીય બાજુ સાથે કબજે કરી લીધો. ઇસ્રાએલીઓએ પરાસ્ત કરેલા રાજાઓનાં નામ આ મુજબ છે: