Joshua 12:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સિહોન જે અમોરીઓનો રાજા હેશ્બોનમાં રહેતો હતો. તેણે આર્નોન ખીણની સરહદ પર આવેલા અરોએરથી ખીણની મધ્યેના શહેર અને અર્ધ ગિલ્યાદથી તે આમ્મોનીઓની સરહદ ઉપરની યાબ્બોક નદી સુધી રાજ કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એક તો હેશ્બોનમાં રહીને રાજ કરતો અમોરી રાજા સિહોન હતો. તેના રાજ્યમાં અર્ધા ગિલ્યાદનો, એટલે, આર્નોનની ખીણને કિનારે આવેલ અરોએરથી એ ખીણની મધ્યમાં આવેલા શહેરમાં* થઈને છેક યાબ્બોક નદી એટલે આમ્મોનીઓની સરહદ સુધી સમાવેશ થતો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એટલે અમોરીઓનો રાજા સિહોન કે જે હેશ્બોનમાં રહેતો હતો, અને જેનો અમલ આર્નોન ખીણની સરહદ પર આવેલા અરોએરથી, તથા ખીણની મધ્યેના શહેર તથા અર્ધા ગિલ્યાદથી માંડીને, તે આમ્‍મોનપુત્રોની સરહદ ઉપરની યાબ્બોક નદી સુધી;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હેશ્બોનવાસી અમોરીઓના રાજા સીહોન પાસે આર્નોનની ધારે આવેલા અરોએર અને ખીણનો મધ્યવર્તી પ્રદેશ, અને અર્ધા ગિલયાદ થી છેક આમ્મોનની સરહદ યાબ્બોક નદી સુધીનો પ્રદેશ હતો.