Joshua 12:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોશુઆએ તથા ઇઝરાયલના લોકોએ જે રાજાઓને મારી નાખ્યા તેઓનો દેશ યર્દનની પશ્ચિમ બાજુએ, લબાનોનની ખીણમાંના બાલ-ગાદથી અદોમની પાસેના હાલાક પર્વત સુધી હતો. યહોશુઆએ ઇઝરાયલનાં કુળોને તે દેશ તેમના હિસ્સા પ્રમાણે વતન તરીકે આપ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહોશુઆ અને ઇઝરાયલના લોકોએ લબાનોનની ખીણમાં આવેલા બઆલ- ગાદથી માંડીને સેઈર નજીકના હાલક પર્વત સુધી યર્દનની પશ્ર્વિમ કાંઠાના પ્રદેશના બધા રાજાઓને હરાવ્યા. યહોશુઆએ એ પ્રદેશની કુળવાર વહેંચણી કરીને તેમને તે કાયમી વતન તરીકે આપ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોશુઆએ તથા ઇઝરાયલ પ્રજાએ દેશના જે રાજાઓને માર્યા તે આ છે: [તેઓનો દેશ] યર્દન પાર, પશ્ચિમ તરફ, લબાનોનની ખીણમાંના બાલ-ગાદથી માંડીને સેઈર પાસે હાલાક પર્વત સુધી હતો; અને યહોશુઆએ તે ઇઝરાયલનાં કુળોને તેઓના હિસ્સા પ્રમાણે વતનમાં આપ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોશુઆ અને ઇસ્રાએલીઓએ યર્દન નદીની પશ્ચિમે લબાનોની ખીણમાં આવેલ બઆલ-ગાદથી સેઈર નજીક આવેલા હાલાક પર્વત સુધીના બધા રાજાઓને હરાવ્યા અને આ ભૂમિને કુળસમૂહો વચ્ચે તેમના ભાગ પ્રમાંણે વહેંચી આપી. પ્રત્યેક કુળસમૂહને પોતાનો ભાગ વહેંચી આપ્યો.