Joshua 12:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ વિસ્તારમાં પહાડી પ્રદેશ, નીચાણવાળો પ્રદેશ, અરાબા, પર્વતોના ઢોળાવનો પ્રદેશ, અરણ્ય અને નેગેબનો સમાવેશ થતો હતો. તેમાં હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓનો વસવાટ હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એમાં પહાડીપ્રદેશ, પશ્ર્વિમનો તળેટીનો પ્રદેશ, અરાબાનો પ્રદેશ, પૂર્વના ઢોળાવનો પ્રદેશ અને દક્ષિણના સૂકા પ્રદેશનો સમાવેશ થતો હતો. એ પ્રદેશો હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓનું વતન હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એટલે પહાડી પ્રદેશમાં, ને નીચાણના પ્રદેશમાં, અરાબામાં, ને ઢોળાવના પ્રદેશમાં, ને અરણ્યમાં, ને નેગેબમાં; હિત્તીઓ, અમોરીઓ, ને કનાનીઓ, પરિઝીઓ, હિવ્વીઓ, ને યબૂસીઓ:
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ વિસ્તારમાં યર્દનની ખીણમાં, પૂર્વીય ઢોળાવોમાં, પર્વતીય પ્રદેશોમાં, પશ્ચિમી ટેકરીઓમાં, અરણ્ય પ્રદેશમાં, નેગેબમાં. આ ભૂમિમાં હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓ રહેતા હતા.