Joshua 13:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સપાટ પ્રદેશનાં સર્વ નગરો, અમોરીઓના રાજા સિહોનનું આખું રાજ્ય; તે હેશ્બોનમાં રાજ કરતો હતો જેને મૂસાએ માર્યો હતો. અને તે દેશમાં રહેનારા મિદ્યાનના આગેવાનો સાથે, અવી, રેકેમ, સૂર, હૂર, તથા રેબાના શાસકોને અને સિહોનના રાજકુમારોને માર્યા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એમાં ઉચ્ચપ્રદેશનાં બધાં નગરોનો તેમજ હેશ્બોનમાં રહીને રાજ કરનાર અમોરી રાજા સિહોનના સમગ્ર રાજ્યનો સમાવેશ થતો હતો. મોશેએ તેને તથા મિદ્યાનમાં શાસન કરતા તેના ખંડિયા રાજાઓને, એટલે અવી, રેકેમ, ઝૂર, હૂર અને રેબાને હરાવ્યા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તથા સપાટ પ્રદેશનાં સર્વ નગરો, ને અમોરીઓના રાજા સિહોનનું આખું રાજ્ય; તે હેશ્બોનમાં રાજ કરતો હતો, અને તેને મૂસાએ માર્યો અને તેની સાથે તે દેશમાં રહેનારા સિહોનના સરદારોને, એટલે મિદ્યાન તથા અવી તથા રેકેમ તથા સૂર તથા હૂર તથા રેબાના નાયકોને માર્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ભૂમિમાં સપાટ ભૂમિમાં બધાં નગરો અને અમોરી રાજા સીહોન જે હેશ્બોનમાં રાજ્ય કરતો હતો તેના બધા રાજ્યોનો સમાંવેશ થતો હતો. મૂસાએ તેને અને મિધાઅનના નેતાઓ તથા અવી, રેકેમ, સૂર, હૂર અને શિઓનના રેબાને પણ હરાવ્યા હતા.