Joshua 13:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નવ કુળોને તથા મનાશ્શાના અર્ધ કુળને આ દેશ વારસામાં ફાળવી આપ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલના લોકો આગળ વધતા જાય તેમ તેમ હું એ બધા લોકોને હાંકી કાઢીશ. તારે તો મેં તને આપેલી આજ્ઞા પ્રમાણે ઇઝરાયલીઓને એ પ્રદેશ વહેંચી આપવાનો છે. તો હવે બાકીનાં નવ કુળો તથા મનાશ્શાના અર્ધા કુળને તેમના કાયમી વતન તરીકે આ પ્રદેશ વહેંચી આપ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો હવે નવ કુળોને તથા મનાશ્શાના અર્ધકુળને વતન થવા માટે આ દેશની વહેંચણી કર.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હવે આ ભૂમિને નવ કુળસમૂહો અને મનાશ્શાના અર્ધા કુળસમૂહ વચ્ચે વહેંચી આપ.”