Joshua 14:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે, જો! યહોવા મને તેના કહ્યા પ્રમાણે આ પિસ્તાળીસ વર્ષ પર્યંત જીવતો રાખ્યો છે, એટલે ઇઝરાયલ અરણ્યમાં ચાલતા હતા, તે સમયે યહોવા આ વચન મૂસાને કહ્યું હતું ત્યારથી. અને આજ હું પંચ્યાસી વર્ષનો થયો છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ મોશેને એ કહ્યું એને આજે પિસ્તાળીસ વર્ષ થઈ ગયાં. તે વખતે તો ઇઝરાયલ રણપ્રદેશમાં થઈને મુસાફરી કરતા હતા, અને પ્રભુએ આપેલા વચન પ્રમાણે તેમણે મને અત્યાર સુધી જીવતો રાખ્યો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને હવે જો, યહોવાએ પોતાના કહેવા પ્રમાણે મને આ પિસ્તાળીસ વર્ષ જીવતો રાખ્યો છે, એટલે ઇઝરાયલ અરણ્યમાં ચાલતા હતા તે વખતે યહોવાએ એ વચન મૂસાને આપ્યું હતું ત્યારથી; અને હવે જો, આજે હું પંચાસી વર્ષનો થયો છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હવે જો, યહોવાએ મને હજી 45 વર્ષ સુધી જીવતો રાખ્યો છે. તેના મૂસાના વચન પ્રમાંણે જે ઇસ્રાએલીઓ રણમાંથી મુસાફરી કરી રહ્યા હતાં ત્યારે આપવામાં આવ્યું હતું. અને હવે હું 85 વર્ષનો છું.