Joshua 14:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મૂસાએ જે દિવસે મને બહાર મોકલ્યો હતો તે દિવસે જેવો હું મજબૂત હતો તેવો જ હજી આજે પણ મજબૂત છું. ત્યારે મારામાં જેટલું બળ હતું તેટલું જ બળ આજે યુદ્ધ કરવા માટે અને જવા આવવાને માટે મારામાં છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું પંચ્યાસી વર્ષનો થયો છું અને મોશેએ મને મોકલ્યો હતો ત્યારે હું જેટલો શક્તિશાળી હતો એટલો આજે પણ છું. આજે પણ મારામાં યુદ્ધમાં જવાની કે બીજાં કોઈપણ કામ કરવાની પૂરી તાક્ત છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મૂસાએ મને મોકલ્યો હતો તે દિવસે જેવો હું, મજબૂત હતો તેવો જ હજી આજે પણ હું છું:યુદ્ધ કરવા માટે તથા બહાર જવા આવવા માટે ત્યારે મારામાં જેટલું બળ હતું તેટલું જ બળ હાલ પણ મારામાં છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આજે હું 85 વર્ષનો થયો છું. અને મૂસાએ મને જાસૂસી કરવા મોકલ્યો ત્યારે હતો, તેવો જ હું મજબૂત છું. આજે પણ માંરામાં યુદ્ધમાં જવાની ને બધાં કામો કરવાની શક્તિ તે વખતે હતી તેટલી જ છે.