Joshua 14:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે યહોવાહનાં સેવક મૂસાએ દેશની જાસૂસી કરવા માટે કાદેશબાર્નેઆથી મને મોકલ્યો ત્યારે હું ચાળીસ વર્ષનો હતો. મારા મનમાં જે વાતની ખાતરી થઈ તે પ્રમાણે હું મૂસાની પાસે અહેવાલ લઈને પાછો આવ્યો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુના સેવક મોશેએ મને આ દેશની બાતમી મેળવવા કાદેશ - બાર્નિયાથી મોકલ્યો ત્યારે હું ચાળીસ વર્ષનો હતો. હું તેની પાસે સાચી બાતમી લાવ્યો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવાના સેવક મૂસાએ દેશની બાતમી કાઢવા માટે કાદેશ-બાર્નેઆથી મને મોકલ્યો, ત્યારે હું ચાળીસ વર્ષનો હતો; અને મારા મનમાં જે [વાતની ખાતરી] થઈ તે પ્રમાણે હું તેની પાસે ખબર લઈને પાછો આવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાના સેવક મૂસાએ મને અમે જઈ રહ્યાં હતાં તે ભૂમિ જોવા મોકલ્યો. તે સમયે હું 40 વર્ષનો હતો. જ્યારે હું પાછો આવ્યો મે મૂસાને જમીન વિશે જે વિચાર્યુ તે કહ્યું.