Joshua 14:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મૂસાએ તે દિવસે પ્રતિજ્ઞા કરી કે, 'નિશ્ચે જે ભૂમિ પર તારા પગ ફર્યા છે તે તારાં અને તારાં સંતાનોને માટે સદાકાળનો વારસો થશે, કેમ કે તું સંપૂર્ણરીતે મારા પ્રભુ યહોવાહને અનુસર્યો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં એવું કર્યું તેથી હું જ્યાં જ્યાં ફર્યો તે બધો પ્રદેશ હંમેશને માટે મને અને મારાં સંતાનોને હિસ્સામાં ચોક્કસ આપવામાં આવશે તેવું વચન મને મોશેએ આપ્યું હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મૂસાએ તે દિવસે પ્રતિજ્ઞા કરી કે ‘જે ભૂમિ પર તારો પગ ફર્યો છે તે ખચીત તારું ને તારા વંશજોનું વતન સદાકાળ સુધી થશે. કેમ કે તું સંપૂર્ણ રીતે મારા ઈશ્વર યહોવાની આ નુસાર વર્ત્યો છે.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તે દિવસે મૂસાએ મને વચન આપ્યું હતું, ‘તમે યહોવા માંરા દેવને સંનિષ્ઠ હતાં. તેથી જે કોઈ જમીન પર તમે ચાલો, તે તમને અને તમાંરા વંશજોને સદાને માંટે આપી દેવામાં આવશે.’