Joshua 15:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આખ્સાહએ ઉત્તર આપ્યો, "મારા પર વિશેષ કરીને કૃપા કર. તેં મને નેગેબની જમીન તો આપી જ છે, પાણીના થોડા ઝરા પણ મને આપ." અને કાલેબે તેને ઉપરના ભાગના અને નીચાણના ભાગના ઝરા આપ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે જવાબ આપ્યો, “મારા પ્રત્યે મહેરબાની દાખવો; તમે મને નેગેબના સૂકા પ્રદેશમાં જમીન આપી છે તેથી મને પાણીનાં ઝરણાં પણ આપો.” તેથી કાલેબે તેને ઊંચાણનાં અને નીચાણનાં ઝરણાં આપ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે ઉત્તર આપ્યો, “મને આશીર્વાદ આપ. તેં મને નેગેબમાં જમીન આપી છે, માટે પાણીના ઝરા પણ મને આપ.” અને તેણે તેને ઉપરના ભાગના ઝરા ને નીચાણના ઝરા આપ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણીએ કહ્યું, “મને આશીર્વાદ આપો! તમે મને નેગેબનો સૂકો પ્રદેશ આપ્યો હતો. તેથી મને થોડી ભૂમિ આપો જેમાં પાણી હોય” આથી કાલેબે તેણીને ઉપરનાં અને નીચેનાં ઝરણાંઓ આપ્યાં.