Joshua 15:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તે સરહદ આખોરની ખીણથી દબીર સુધી ગઈ, તે જ પ્રમાણે ઉત્તર તરફ ગિલ્ગાલના વળાંક સુધી, કે જે નદીની દક્ષિણ બાજુ પર, અદુમ્મીમના ઘાટની સામે છે ત્યાં સુધી ગઈ. પછી તે સરહદ એન શેમેશનાં ઝરણાંથી પસાર થઈ અને એન-રોગેલ આગળ પૂરી થઈ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે સીમા ત્યાંથી આખોરની ખીણમાં થઈને દબીર સુધી અને ઉત્તરમાં ગિલ્ગાલ તરફ વળી. જ્યાં તે ખીણની દક્ષિણ બાજુમાં આવેલા અદુમ્મીસના ઘાટ સામે છે. તે સીમા ત્યાંથી એન-શેમેશનાં ઝરણાં સુધી ગઈ અને એન-રોગેલ આગળ બહાર નીકળી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે સીમા આખોરની ખીણથી દબીર સુધી ગઈ, ને તે જ પ્રમાણે ઉત્તર તરફ ગિલ્ગાલ, જે નદીની દક્ષિણ બાજુ પરના અદુમ્મીમના ઘાટની સમે છે, ત્યાં સુધી ગઈ; અને તે સીમા ત્યાંથી આગળ એન-શેમેશનાં પાણી સુધી ગઈ, ને તેનો છેડો એન-રોગેલ આગળ આવ્યો;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી સરહદ આખોરની ખીણ આગળ થઈને દબીર સુધી જાય છે, પછી ઉત્તર તરફ વળીને ગિલ્ગાલ તરફ વળે છે. ગિલ્ગાલ કોતરની દક્ષિણ બાજુએ અદુમ્મીમના ઘાટની સામે આવેલું છે. અદુમ્મીમ ઘાટની વચ્ચેથી કોતરની દક્ષિણે જઈને પછી એનશેમેશ જળ સ્રોત સુધી ચાલુ રહીને એનરોગેલ આગળ અટકતી હતી.