Joshua 15:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તે સરહદ હિન્નોમના પુત્રની ખીણ પાસે થઈને યબૂસીઓના નગરની દક્ષિણ તરફ (એટલે યરુશાલેમ) સુધી ગઈ. પછી તે હિન્નોમની ખીણની સામે પશ્ચિમે આવેલા પર્વતના શિખર પર, જે રફાઈમની ખીણના ઉત્તરના છેડા સુધી તે સરહદ ગઈ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાંથી તે જ્યાં યબૂસીઓનું શહેર યરુશાલેમ આવેલું છે ત્યાં પર્વતની દક્ષિણ બાજુએ હિન્‍નોમની ખીણમાં થઈને પસાર થઈ. તે સીમા હિન્‍નોમની ખીણની પશ્ર્વિમ તરફ આવેલા પર્વતની ટોચે બહાર નીકળીને રફાઈઓની ખીણના ઉત્તર છેડા સુધી પહોંચી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે સીમા હિન્‍નોમના પુત્રની ખીણ પાસે થઈને યબૂસીઓની સરહદની દક્ષિણ તરફ (એટલે યરુશાલેમ) સુધી ગઈ; અને તે સીમા હિન્‍નોમની ખીણ સામે પશ્ચિમે આવેલા પર્વતનું શિખર જે રફાઈમની ખીણને ઉત્તર છેડે છે ત્યાં સુધી તે સીમા ગઈ;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી સરહદ યબૂસીઓ એટલે કે યરૂશાલેમના ઢાળની દક્ષિણથી બેન હિન્નોમની ખીણ સુધી જાય છે, પછી એ પર્વતના શિખર તરફ વળે છે, જે રફાઈમની ખીણના ઉત્તર છેડા પર, હિન્નોમ ખીણની પશ્ચિમે આવેલો છે.