Joshua 16:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યૂસફના કુળ માટે જમીનની સોંપણી થઈ એટલે યર્દનથી યરીખો તરફ, યરીખોની પૂર્વના ઝરાથી અરણ્યમાં, યરીખોથી ઉપર તરફ બેથેલના પર્વતીય દેશ સુધી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોસેફના વંશજોને ફાળવવામાં આવેલ પ્રદેશની દક્ષિણ સીમા યરીખોની નજીક યરીખોનાં ઝરણાંની પૂર્વ તરફ યર્દનથી શરૂ થતી હતી; ત્યાંથી તે રણપ્રદેશ તરફ ગઈ. તે સીમા આગળ વધીને છેક બેથેલ સુધી પહાડીપ્રદેશ તરફ ગઈ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યૂસફપુત્રોનો ભાગ યર્દનથી શરૂ થયો. એટલે યરીખો આગળથી, પૂર્વ તરફ યરીખોના પાણી આગળથી, એટલે અરણ્યથી [શરૂ થયો] ને યરીખોથી નીકળીને ઉપલી તરફ પહાડી પ્રદેશમાં થઈને બેથેલ સુધી ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યૂસફના વંશજોના પ્રદેશની સરહદ યરીખોથી માંડીને યર્દનથી શરૂ થઈ, યરીખોના ઝરણાની પૂર્વ તરફ રણમાં થઈને બેથેલના પર્વતીય પ્રદેશ સુધી જતી હતી.