Joshua 17:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મનાશ્શા યૂસફનો વડો પુત્ર હતો, તેના કુળને માટે જમીનની સોંપણી આ પ્રમાણે હતી: જે મનાશ્શાનો પ્રથમપુત્ર, માખીર ગિલ્યાદનો પિતા લડવૈયો હતો તેને ગિલ્યાદ તથા બાશાનનો પ્રદેશ આપવામાં આવ્યો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોસેફના મોટા પુત્ર મનાશ્શાના વંશના કેટલાંક ગોત્રોને ફાળે યર્દનની પશ્ર્વિમે આ પ્રદેશ આવ્યો હતો. ગિલ્યાદનો પિતા માખીર મનાશ્શાનો જયેષ્ઠ પુત્ર હતો. તે શૂરવીર લડવૈયો હોવાથી તેને યર્દનની પૂર્વમાં ગિલ્યાદ અને બાશાન આપવામાં આવ્યાં હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મનાશ્શા જે યૂસફનો વડો પુત્ર હતો, તેના કુળને માટે આ ભાગ હતો:મનાશ્શાનો વડો પુત્ર માખીર, ગિલ્યાદનો પિતા, લડવૈયો હતો, એ માટે તેને તો ગિલ્યાદ તથા બાશાન મળ્યાં,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મનાશ્શા યૂસફનો જ્યેષ્ઠ પુત્ર હતો તેથી તેના કુળસમૂહને પણ પ્રદેશનો ભાગ આપવામાં આવ્યો હતો. ગિલયાદનો પિતા માંખીર મનાશ્શાનો જ્યેષ્ઠ પુત્ર હતો જે યોદ્ધો હતો. તેથી ગિલયાદ અને બાશાનના પ્રાંતો તેને ફાળવવામાં આવ્યા હતા.