Joshua 17:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે મનાશ્શાના દીકરા માખીરના દીકરા ગિલ્યાદના દીકરા હેફેરના દીકરા સલોફ્હાદને દીકરા ન હતા, પણ દીકરીઓ જ હતી. આ તેની દીકરીઓનાં નામ હતાં: માહલા, નોઆ, હોગ્લા, મિલ્કા અને તિર્સા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ મનાશ્શાના પુત્ર માખીરના પુત્ર ગિલ્યાદના પુત્ર હેફરના પુત્ર સલોફહાદને એકેય પુત્ર નહોતો, પણ માત્ર પુત્રીઓ હતી. તેમનાં નામ આ પ્રમાણે છે: માહલા, નોઆ, હોગ્લા, મિલ્કા અને તિર્સા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ મનાશ્શાના પુત્ર માખીરના પુત્ર ગિલ્યાદના પુત્ર હેફેરના પુત્ર સલોફહાદને દીકરા ન હતા, પણ દીકરીઓ જ હતી; અને તેની દીકરીઓનાં નામ આ છે: માહલા, નોઆ, હોગ્લા, મિલ્કા ને તિર્સા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મનાશ્શાના દીકરા માંખીરના દીકરા ગિલયાદના દીકરા હેફેરના દીકરા સલોફહાદને દીકરો ન હતો. ફક્ત દીકરીઓ જ હતી, તેમનાં નામ માંહલાહ, નોઆહ, હોગ્લાહ, મિલ્કાહ, અને તિર્સાહ હતાં.