Joshua 18:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાંથી આગળ લૂઝ (એટલે બેથેલ) ની દક્ષિણ બાજુએ તે સરહદ પસાર થઈ. નીચેના બેથ-હોરોનની દક્ષિણમાં જે પર્વત છે તેની પાસે થઈને અટારોથ-આદ્દાર સુધી ઊતરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે સીમા ત્યાંથી આગળ વધીને લૂઝ(એટલે બેથેલ)ની દક્ષિણ તરફના ઢોળાવ તરફ અને પછી તે નીચલા બેથ-હેરોનની દક્ષિણે આવેલા પર્વત પર છેક અટારોથ-અદ્દાર સુધી નીચે ઊતરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ત્યાંથી આગળ વધીને લૂઝની તરફ, લૂઝ (એટલે બેથેલ)ની દક્ષિણ બાજુએ તે સીમા ગઈ; અને નીચેના બેથ-હોરોનની દક્ષિણમાં જે પર્વત છે તેની પાસે થઈને અટારોથ આદ્દાર સુધી ઉતરી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાથી એ સરહદ લૂઝની આજુબાજુ જાય છે, ત્યાંથી લૂઝ (એટલે કે બેથેલ) ના દક્ષિણ ઢોળાવ સુધી જાય છે. ત્યાંથી તે નીચે અટારોથ-આદાર જઈ, બેથ-હોરોનની નીચે દક્ષિણે આવેલા પર્વતીય દેશ સુધી જાય છે.