Joshua 18:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એ પર્વત બેથ-હોરોનની સામે દક્ષિણ બાજુ પર આવેલો છે. ત્યાંથી તે સીમાનો છેડો યહૂદાના કુળના નગર કિર્યાથ-બાલ (એટલે, કિર્યાથ-યારીમ) આગળ આવેલો છે. આ તેની પશ્ચિમ બાજુ હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે સીમા ત્યાંથી દિશા બદલીને એ પર્વતની પશ્ર્વિમ બાજુમાં દક્ષિણેથી વળીને યહૂદાના કુળપ્રદેશમાં આવેલા કિર્યાથ-બઆલ (એટલે કિર્યાથ યઆરીમ) સુધી ગઈ. એ તો પશ્ર્વિમ તરફની સરહદ હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જે પર્વત બેથહોરોનની સામે દક્ષિણ બાજુએ આવેલો છે ત્યાંથી તે સીમા દક્ષિણ તરફ લંબાઈને પશ્ચિમ ભાગ પર વળી; અને યહૂદાપુત્રોનું નગર કિર્યાથ-બાલ (એટલે કિર્યાથ-યારીમ) તેની પાસે તેનો છેડો આવ્યો:એ તેનો પશ્ચિમ ભાગ હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાંથી સરહદ ધારદાર વળાંક લઈને પશ્ચિમ બાજુ પર, દક્ષિણ બાજુ તરફ પર્વત પર કે જે બેથ-હોરોનની દક્ષિણે છે ત્યાં જઈ, અને તે કિયાર્થ-બઆલ (એટલે કે કિર્યાથ-યઆરીમ) કે જે યહૂદા લોકોનું નગર છે ત્યાં પૂરી થાય છે આ તેમની પશ્ચિમી સરહદ હતી.