Joshua 18:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે સાત ભાગોનું વર્ણન કરો અને તે કરેલું વર્ણન અહીં મારી પાસે લાવો. પછી આપણા પ્રભુ યહોવાહની આગળ હું અહીં તમારે સારુ ચિઠ્ઠીઓ નાખીને ભાગ પાડી આપીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ સાત વિભાગનું મારી પાસે વર્ણન લખી લાવો. પછી હું પાસા નાખીને તમારે માટે આપણા ઈશ્વર પ્રભુની સલાહ મેળવીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સાત ભાગોમાં તમે દેશનું વિગતવાર વર્ણન કરો; ને [તે વર્ણન] અહીં મારી પાસે રજૂ કરો. એટલે આપણા ઈશ્વર યહોવાની આગળ હું અહીં તમારે માટે ચિઠ્ઠીઓ નાખીને તેના [ભાગ પાડીશ].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમાંરો દેશ સાત ભાગોમાં વિભાજીત અને ચિત્રિત થવાનો છે, અને તે લઈને માંરી પાસે આવજો, ત્યારબાદ હું આપણા દેવ યહોવાની સાક્ષીએ ચિઠ્ઠી નાખીશ તમને ભાગ સરખા પ્રમાંણમાં વહેંચી આપીશ.