Joshua 18:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે માણસો જઈને દેશમાં બધી જગ્યાએ ફરીને નગરો પ્રમાણે સાત ભાગે યાદીમાં તેઓનું વર્ણન કર્યું, દરેક ભાગ પાડીને નગરોની યાદી બનાવી. પછી તેઓ શીલોહની છાવણીમાં યહોશુઆ પાસે પાછા આવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી એ માણસો આખા દેશમાં ફરી વળ્યા અને દેશને સાત ભાગમાં વહેંચી દઈ નગરોની યાદી સહિતનું વર્ણન પુસ્તકમાં લખી નાખ્યું. પછી તેઓ શીલોની છાવણીમાં યહોશુઆ પાસે ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે માણસો જઈને દેશમાં બધે ફર્યા, ને નગરો પ્રમાણે જઈને દેશમાં બધે ફર્યા, ને નગરો પ્રમાણે જઈને દેશમાં બધે ફર્યા, ને નગરો પ્રમાણે તેના સાત ભાગ કરીને એક નોંધપત્રમાં તેઓનું વિગતવાર વર્ણન કર્યું, ને તેઓ શીલોમાં યહોશુઆ પાસે છાવણીમાં પાછા આવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી તે માંણસોએ જઈને આખો દેશ જોઈને બધી વાતની નોંધ લીધી. તેઓએ બધા નગરો નોંધ્યાં અને ભૂમિને સાત ભાગમાં વહેંચી અને શીલોહની છાવણીમાં યહોશુઆની પાસે પાછા ફર્યા.