Joshua 19:34 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે સીમા પશ્ચિમ તરફ વળીને આઝનોથ-તાબોર અને હુક્કોક સુધી ગઈ; દક્ષિણમાં ઝબુલોન, પશ્ચિમમાં આશેર, પૂર્વમાં યર્દન પાસે યહૂદા સુધી પહોંચી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાંથી પશ્ર્વિમ તરફની સરહદ આમનોથ-તાબોર સુધી, ત્યાંથી આગળ વધીને હુક્કોક સુધી પહોંચી અને દક્ષિણમાં ઝબુલૂન, પશ્ર્વિમમાં આશેર અને પૂર્વમાં યર્દન નદીને* સ્પર્શી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે સીમા પશ્ચિમ તરફ વળીને આઝનોથ-તાબોર સુધી ગઈ, ને‍ ત્યાંથી આગળ વધીને હુક્કોક ગઈ અને તે દક્ષિણમાં ઝબુલોન સુધી પહોંચી, ને પશ્ચિમમાં આશરે સુધી પહોંચી, ને સૂર્યોદય તરફ યર્દન પાસે યહૂદા સુધી પહોંચી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પશ્ચિમ દિશા પર સરહદ આઝનોથ તાબોર તરફ ફરી. અને ત્યાંથી તે હુક્કોક થોભી અને દક્ષિણમાં સરહદ ઝબુલોનને અડી અને પશ્ચિમ દિશામાં તે આશેર અડી અને પૂર્વમાં તેણે યર્દન નદીનો સમાંવેશ કર્યો જે યહૂદાના ક્ષેત્રને અડી.