Joshua 19:50 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહની આજ્ઞાથી તેઓએ યહોશુઆને તેની માંગણી મુજબનું નગર તિમ્નાથ-સેરા આપ્યું. તે એફ્રાઇમનાં પહાડી પ્રદેશમાં આવેલું હતું. તેનો જીર્ણોદ્ધાર કરીને તે તેમાં રહ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણે તેમણે તેની માગણી મુજબનું નગર એટલે, એફ્રાઈમના પહાડીપ્રદેશમાં તિમ્નાથ-સેરા આપ્યું. યહોશુઆએ તે નગરને ફરીથી બાંધ્યું અને ત્યાં તેમાં વસવાટ કર્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એફ્રાઈમના પહાડી પ્રદેશનું તિમ્નાથ-સેરા નામનું જે નગર તેણે માંગ્યું, તે યહોવાના કહેવા પ્રમાણે તેઓએ તેને આપ્યું; અને તે નગર બાંધીને તે તેમાં રહ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમણે નૂનના પુત્ર યહોશુઆને પ્રદેશનો એક ભાગ આપ્યો. યહોવાની આજ્ઞા પ્રમાંણે તેઓએ તેને એફ્રાઈમના પર્વતીય દેશમાં તિમ્નાથ-સેરાહ શહેર આપ્યું હતું. આ તે શહેર હતું જે યહોશુઆએ તેઓને કહ્યું હતુ કે તેને જોઈએ છે. યહોશુઆએ શહેર ફરીથી બાંધ્યું અને ત્યાં સ્થાયી થયો.