Joshua 2:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ તે સ્ત્રીએ તે બે માણસને સંતાડ્યા. અને રાજાને કહ્યું, "હા, એ માણસો મારી પાસે આવ્યા હતા ખરા પણ તેઓ ક્યાંના હતા તે હું જાણતી નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ તે સ્ત્રીએ બે માણસોને સંતાડી દીધા હતા. તેથી તેણે જવાબ આપ્યો, “કેટલાક માણસો મારે ત્યાં આવ્યા હતા ખરા, પણ તે ક્યાંથી આવ્યા હતા તેની મને ખબર નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે સ્ત્રી તે બે માણસોને સંતાડ્યા. અને કહ્યું, “એ માણસો મારે ત્યાં આવ્યા હતા ખરા, પણ તેઓ ક્યાંના છે તે મને ખબર નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ તે સ્ત્રીએ તે બે માંણસોને સંતાડી દીધા હતા, તેથી જવાબ આપ્યો કે, “માંરા ઘરમાં કેટલાક માંણસો આવ્યા હતા ખરા પણ તેઓ કયાંથી આવ્યા હતા અને તેઓ જાસૂસ છે એની મને ખબર નથી.