Joshua 20:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને મારી નંખાયેલી વ્યક્તિના ખૂનનો બદલો લેવા જો કોઈ પ્રયત્ન કરતો હોય તો પછી નગરના લોકોએ આ મનુષ્યઘાતકને તેના હાથમાં સોંપવો નહિ. તેઓએ આ કરવું નહિ, કેમ કે તેણે તેના પડોશીને અજાણતાંથી મારી નાખ્યો હતો, નહિ કે અગાઉથી તેને તેના પર દ્વેષ હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વેર લેનાર માણસ તેનો પીછો કરીને ત્યાં નગરમાં આવે, તો નગરના માણસોએ પેલા ખૂની માણસને સોંપી દેવો નહિ. તેઓ તેનું રક્ષણ કરે, કારણ, તેણે માણસને જાણીબૂઝીને કે ગુસ્સાથી માર્યો નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જો ખૂનનું વેર લેનાર તેની પાછળ પડેલો હોય, તો તેઓ તે મનુષ્યઘાતકને તેના હાથમાં સ્વાધીન ન કરે. કેમ કે તેણે પોતાના પડોશીને અજાણતાં મારી નાખ્યો, પણ નહિ કે અગાઉથી તેના પર તેને વેર હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો બદલો લેવા માંગનાર વ્યક્તિ પણ તેનો પીછો તે શહેર તરફ કરે, તો શહેરના લોકોએ ખૂનીને તેના હાથમાં ન સોંપવો. કારણકે એણે ઈરાદા વગર પેલા માંણસનું ખૂન કર્યુ એને તેની સાથે વેર નહોતું.