Joshua 20:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પૂર્વમાં યરીખો પાસે યર્દનને પેલે પાર તેઓએ રુબેનના કુળમાંથી સપાટ પ્રદેશ પરના અરણ્યમાં બેશેર, ગાદ કુળમાંથી રામોથ ગિલ્યાદ, મનાશ્શાના કુળમાંથી બાશાનમાં ગોલાન પસંદ કર્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યર્દનની પૂર્વ તરફ યરીખોની પૂર્વ તરફના રણપ્રદેશના મેદાનમાં તેમણે રૂબેનના કુળપ્રદેશમાં આવેલા બેસેરને, ગાદના કુળપ્રદેશમાં આવેલા ગિલ્યાદમાંના રામોથને અને મનાશ્શાના કુળપ્રદેશમાં આવેલા બાશાનમાંના ગોલાનને પસંદ કર્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને પૂર્વમાં યરીખો પાસે યર્દનને પેલે પાર તેઓએ રુબેનના કુળમાંથી સપાટ પ્રદેશમાંના અરણ્યમાંનું બેશેર, ને ગાદ કુળમાંથી ગિલ્યાદમાંનું રામોથ, ને મનાશ્શાના કુળમાંથી બાશનમાંનું ગોલાન ઠરાવ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યર્દનની બીજી બાજુએ, યરીખોની પૂર્વે રણમાં રૂબેનના પ્રદેશમાં આવેલુ બેશેર શહેર તેમણે પસંદ કર્યુ, બીજુ શહેર હતું ગાદની ભૂમિમાં આવેલુ ગિલયાદમાં આવેલું રામોથ, અને મનાશ્શાની ભૂમિ બાશાનમાં આવેલું ગોલાન શહેર.