Joshua 21:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ કનાન દેશના શીલોહ આગળ તેમને કહ્યું, "યહોવાહે મૂસાની મારફતે તેઓને આજ્ઞા આપી કે અમને રહેવા સારુ નગરો અને અમારા જાનવરોને માટે ઘાસવાળી જમીન આપવી."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કનાન દેશના શીલોમાં તેમણે તેમને કહ્યું, “પ્રભુએ મોશે દ્વારા એવી આજ્ઞા ફરમાવી હતી કે અમારા વસવાટ માટે અમને નગરો તેમ જ અમારાં ઢોર માટે એ નગરોની આસપાસનાં ગોચર આપવાં.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓએ કનાન દેશના શીલો આગળ તેઓને કહ્યું, “યહોવાએ મૂસાની મારફત એ પ્રમાણે આજ્ઞા આપી હતી ‘અમને રહેવા માટે નગરો, ને અમારાં ઢોરોને માટે તેની પાસેનાં ગૌચર આપવાં.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ કનાનની ભૂમિમાં શીલોહનાં શહેરમાં બન્યું. લેવી શાશકોએ તેમને કહ્યું, “યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી. તેણે આજ્ઞા આપેલી કે તું અમને રહેવા શહેરો આપ. અને તેણે આજ્ઞા આપેલી કે તું અમને ખેતરો આપ જ્યાંથી અમાંરા પ્રાણીઓ ખાઈ શકે.”