Joshua 21:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કહાથીઓના કુટુંબોને માટે જે ચિઠ્ઠી પસંદ થઈ તેની આ પ્રમાણે કાર્યવાહી થઈ. લેવીઓમાંના હારુન યાજકોના વંશજોએ યહૂદાના કુળમાંથી, શિમયોનના કુળમાંથી અને બિન્યામીનના કુળમાંથી તેર નગરો પ્રાપ્ત કર્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નગરોની ફાળવણીમાં પ્રથમ પાસો લેવીવંશમાં કહાથના ગોત્રનાં કુટુંબો માટે નીકળ્યો. આરોન યજ્ઞકારના વંશના કુટુંબોને યહૂદા, શિમયોન અને બિન્યામીનના કુળપ્રદેશોમાંથી તેર નગરો ફાળવવામાં આવ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને કહાથીઓનાં કુટુંબોને માટે ભાગ નીકળ્યો; અને લેવીઓમાંના હારુન યાજકના દીકરાઓને ભાગે યહૂદાના કુળમાંથી ને શિમયોનના કુળમાંથી ને બિન્યામીનના કુળમાંથી તેર નગરો આવ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કહાથનું કુટુંબ યાજક હારુન જે લેવી કુળસમૂહનો હતો, તેના વંશજો હતા. કહાથ કુટુંબના થોડા ભાગને 13 નગરો આપવામાં આવ્યાં હતાં જે પ્રદેશ યહૂદા, શિમયોન તથા બિન્યામીન કુળસમૂહઓની માંલિકીનો હતો.