Joshua 22:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલના લોકોએ આ વિષે સાંભળ્યું અને કહ્યું, "જુઓ! રુબેનના લોકોએ, ગાદ અને મનાશ્શાના અર્ધકુળે યર્દન પાસેના ગેલીલોથના કનાન દેશની આગળ, જે ઇઝરાયલના લોકોની બાજુએ છે ત્યાં વેદી બાંધી છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલના બાકીના લોકોને ખબર પડી કે રૂબેન, ગાદ અને પૂર્વ- મનાશ્શાનાં કુળોના લોકોએ યર્દનની આપણી બાજુના પ્રદેશમાં ગલીલોથ આગળ વેદી બાંધી છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઇઝરાયલી લોકોને એવી ખબર મળી કે રુબેનપુત્રોએ ને ગાદપુત્રોએ ને મનાશ્શાના અર્ધકુળે કનાન દેશને મોખરે, યર્દન પાસેના પ્રદેશમાં, તથા ઇઝરાયલીઓની [ભૂમિની] બાજુએ, એક વેદી બાંધી છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બાકીના ઇસ્રાએલીઓને એવા સમાંચાર સાંભળવા મળ્યા કે, “જુઓ, રૂબેનના, ગાદના અને મનાશ્શાના અર્ધા કુળ સમૂહોના લોકોએ કનાનની સરહદ સામે, ઇસ્રાએલીઓની સરહદને પેલે પાર યર્દન નદીની આસપાસના પ્રદેશમાં વેદી બાંધી છે!”