Joshua 22:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને તેની સાથે ઇઝરાયલના સર્વ કુટુંબોમાંથી પ્રત્યેક મુખ્ય કુટુંબ દીઠ આગેવાન, એવા દસ આગેવાનો મોકલ્યા. અને તેઓમાંના બધાં ઇઝરાયલનાં કુટુંબોમાં પોતપોતાના પિતૃઓનાં ઘરોના વડીલો હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પશ્ર્વિમ તરફનાં કુળોમાંથી પ્રત્યેક કુળ દીઠ એક એમ દસ અગ્રગણ્ય માણસોને ફિનહાસ સાથે મોકલવામાં આવ્યા; તેમાંનો પ્રત્યેક માણસ પોતાના ગોત્રમાં કુટુંબનો વડો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેની સાથે ઇઝરયલનાં સર્વ કુળોમાંથી પ્રત્યેક મુખ્ય કુટુંબનો એક એક આગેવાન, એવા દશ આગેવાનો તેઓએ મોકલ્યા; અને તે બધા ઇઝરાયલનાં કુટુંબો મધ્યે પોતપોતાના પિતૃઓનાં ઘરોના વડીલો હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને ઇસ્રાએલના પ્રત્યેક કુળસમૂહોમાંથી એક એક એમ દસ આગેવાનો, જેઓ કુળસમૂહના વડા હોય તેઓને તેની સાથે મોકલ્યા.