Joshua 22:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો તમારા વતનનો પ્રદેશ અપવિત્ર હોય, તો તમે એ દેશમાં કે જ્યાં યહોવાહનો મંડપ ઊભો છે ત્યાં અમારી મધ્યે પોતાને માટે વારસો લો. પણ યહોવાહની વિરુદ્ધ દ્રોહ કરશો નહિ, બીજી વેદી બાંધીને યહોવા અમારા પ્રભુની વિરુદ્ધ દ્રોહ અને અમારી વિરુદ્ધ દ્રોહ કરશો નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી હવે તમારો પ્રદેશ પ્રભુની આરાધના માટે યથાયોગ્ય ન હોય તો અહીં જ્યાં પ્રભુનો મુલાકાતમંડપ છે ત્યાં આ તરફ પ્રભુના દેશમાં આવતા રહો અને અમારી સાથે વસવાટ કરો. પણ તમે પ્રભુનો વિદ્રોહ ન કરશો અને પ્રભુની વેદી ઉપરાંત અન્ય વેદી બાંધીને અમને તમારા વિદ્રોહમાં ન સંડોવશો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તથાપિ જો તમારા વતનની ભૂમિ અપવિત્ર [લાગતી] હોય, તો યહોવાએ વતનને માટે આપેલી ભૂમિ, જ્યાં યહોવાનો મંડપ રહે છે, ત્યાં [નદી] ઊતરીને આવો, ને અમારી ભેગા રહો; પણ આપણા ઈશ્વર યહોવાની વેદી સિવાય બીજી વેદી બાંધીને યહોવાનો દ્રોહ કરશો નહિ, ને અમારો પણ દ્રોહ કરશો નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જો તમાંરો પ્રદેશ અપવિત્ર હોય તો તમે બધા યહોવાના પોતાના પ્રદેશમાં આવી શકો. જયાં યહોવા દેવનો મુલાકાતમંડપ છે અને અમાંરી ભૂમિમાંથી તમે થોડી ભૂમિ લો. પરંતુ આપણા દેવ યહોવાની વેદીથી જુદી બીજી વેદી બાંધીને યહોવા સામે અને અમાંરી સામે બળવો કરશો નહિ.