Joshua 22:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઝેરાના દીકરા આખાને શાપિત વસ્તુઓની બાબતે યહોવાહે કરેલી આજ્ઞાનું ઉલ્લંઘન કરી તેમનો વિશ્વાસ તોડયો નથી શું? અને તેથી ઇઝરાયલના બધા લોકો પર કોપ આવ્યો હતો કે નહિ? તે માણસ એકલો જ પોતાના અપરાધમાં નાશ પામ્યો એવું નથી."'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નાશ કરવા માટે અર્પિત થયેલી વસ્તુઓની બાબતમાં ઝેરાનો પુત્ર આખાન આધીન ન થયો અને એને લીધે ઇઝરાયલના આખા સમાજને શિક્ષા થઈ હતી તે યાદ કરો. આખાનના પાપને લીધે એ એકલો જ કંઈ માર્યો ગયો નહોતો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઝેરાના દીકરા આખાને શાપિત વસ્તુ સંબંધી કરેલી આ નું ઉલ્લંઘન કર્યું, ને તેથી ઇઝરાયલની સમગ્ર પ્રજા પર કોપ આવ્યો કે નહિ? અને તે માણસ એકલો જ પોતાના અન્યાયમાં નાશ પામ્યો એમ નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“એ યાદ રાખજો કે ઝંરાહના પુત્ર આખાને શાપિત ઠરાવેલી વસ્તુઓની બાબતમાં આજ્ઞાનું ઉલ્લંઘન કર્યુ હતું. અને સમગ્ર ઇસ્રાએલી સમાંજ ઉપર યહોવાનો કોપ ઊતર્યો હતો. આખાનના પાપને કારણે તેને એક્લાને મરવું પડયું નહોતું.”