Joshua 22:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અમે વિચારપૂર્વક એવા હેતુથી આ કામ કર્યું છે કે ભવિષ્યમાં તમારા દીકરાઓ અમારા દીકરાઓને એમ કહે કે ઇઝરાયલના પ્રભુ, યહોવા સાથે તમારો શો લાગભાગ છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હકીક્તમાં, અમે એટલા માટે એવું કર્યું છે કે ભવિષ્યમાં કદાચ તમારા વંશજો અમારા વંશજોને આવું કહે: ‘ઇઝરાયલના ઈશ્વર પ્રભુ સાથે તમારે શું લાગેવળગે છે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે અમે વિચાર કરીને એ હેતુથી આ કામ કર્યું છે કે, રખેને ભવિષ્યમાં તમારા પુત્રો અમારા પુત્રોને કહે કે ઇઝરાયલના ઈશ્વર યહોવાની સાથે તમને શું લાગેવળગે છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સાચી હકીકત તો એ છે કે અમે એવા ડરથી આમ કર્યુ છે કે, ભવિષ્યમાં તમાંરાં બાળકો અમાંરા બાળકોને એમ કહે પણ ખરા કે, ઇસ્રાએલના માંલિક યહોવા સાથે તમાંરે શો સંબંધ છે? ઇસ્રાએલના યહોવા અમાંરા દેવની પૂજા કરવાનો તમને શો અધિકાર છે?