Joshua 22:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે યહોવાહે યર્દનને તમારી અને અમારી વચ્ચે સરહદ બનાવી છે. તેથી રુબેનના લોકો અને ગાદના લોકો તમારે યહોવા સાથે કશો લાગભાગ નથી.' એવું કહીને તમારા દીકરાઓ અમારા દીકરાઓને યહોવાહની આરાધના કરતાં અટકાવે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ અમારી અને તમારી એટલે રૂબેન તથા ગાદના લોકો વચ્ચે યર્દનની સરહદ કરાવી છે. તમારે પ્રભુ સાથે કંઈ સંબંધ નથી.’ આમ, તમારા વંશજો અમારા વંશજોને પ્રભુનું ભજન કરતા અટકાવી દે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે, હે રુબેનપુત્રો અને ગાદપુત્રો, તમારી અને અમારી વચ્ચે યહોવાએ યર્દનને સરહદ ઠરાવી છે; [તેથી] તમને યહોવાની સાથે કંઈ લાગતુંવળગતું નથી; એમ [કહીને] તમારા પુત્રો અમારા પુત્રોને યહોવાનું ભય રાખતાં અટકાવે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાએ અમને આપ્યું: યહોવાએ રૂબેન અને ગાદના લોકોને યર્દન નદીની બીજી બાજુ પરની ભૂમિ આપી તેથી નદી તમને અને અમને જુદા પાડે છે. તેથી તમાંરા બાળકો અમાંરા બાળકોને યહોવાનો ડર રાખતાં રોકશે. તેઓ અમાંરા બાળકોને કહેશે: ‘તમાંરો યહોવામાં કોઈ ભાગ નથી.’