Joshua 22:28 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે અમે કહ્યું, 'જો આ તેઓ ભવિષ્યમાં અમને કે અમારા વંશજોને એમ કહે, ત્યારે અમે એવું કહીશું કે, "જુઓ! આ યહોવાહની વેદીનો નમૂનો! તે અમારા પૂર્વજોએ સ્થાપી છે. તે દહનીયાર્પણ કે બલિદાનને સારુ નહિ પણ એ તો અમારી ને તમારી વચ્ચે સાક્ષીરૂપ થવા માટે છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, અમે વિચાર્યુ કે કદાચ અમને કે અમારા વંશજોને એવું થાય તો અમે આમ કહી શકીએ: ‘દહનબલિ કે અન્ય બલિદાનો ચડાવવાં નહિ, પણ અમારી અને તમારી વચ્ચે સાક્ષીનું પ્રમાણચિહ્ન થવા અમારા પૂર્વજોએ બાંધેલી આ વેદીની રચના જુઓ!’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે અમે કહ્યું કે, તેઓ ભવિષ્યમાં અમને કે અમારાં સંતાનોને એમ કહે, ત્યારે અમે તેઓને આ પ્રમાણે કહીશું કે, યહોવાનિ વેદીનો નમૂનો જુઓ; એ અમારા પિતૃઓએ ઊભી કરેલી છે, દહનીયાર્પણ અથવા યજ્ઞ ને માટે નહિ, પણ એ તો અમારી ને તમારી વચ્ચે સાક્ષીરૂપ [થવા માટે] છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અમે એમ વિયાર્યુ કે જો કદી તેઓ એવું કહે તો અમે એમ કહી શકીએ કે, ‘અમાંરા પૂર્વજોએ યહોવાની વેદીના જેવી જ આ વેદી બનાવી છે તે જુઓ, એ કંઈ યજ્ઞો ચડાવવા માંટે નથી, પણ તમાંરી અને અમાંરી વચ્ચે એક સાક્ષીરૂપ બની રહે એટલા માંટે છે.’