Joshua 22:31 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એલાઝાર યાજકના દીકરા ફીનહાસે રુબેનના પુત્રોને, ગાદના પુત્રોને તથા મનાશ્શાના પુત્રોને કહ્યું, "આજે અમે સમજ્યા છીએ કે યહોવા આપણી મધ્યે છે, કેમ કે તમે આ બાબતે યહોવાહની વિરુદ્ધ ઉલ્લંઘન કર્યું નથી. હવે તો તમે ઇઝરાયલના લોકોને યહોવાહનાં હાથમાંથી છોડાવ્યાં છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એલાઝાર યજ્ઞકારના પુત્ર ફિનહાસે રૂબેન, ગાદ અને પૂર્વ મનાશ્શાનાં કુળોના લોકોને કહ્યું, “હવે અમને ખાતરી થાય છે કે પ્રભુ આપણી સાથે છે. તમે તેમની વિરુદ્ધ વિદ્રોહ કર્યો ન હોઈ, તમે ઇઝરાયલી લોકોને પ્રભુની શિક્ષાથી બચાવી લીધા છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એલાઝાર યાજકના દીકરા ફીનહાસે રુબેનપુત્રોને તથા ગાદપુત્રોને તથા મનાશ્શાનાપુત્રોને કહ્યું, “આજે અમને ખાતરી થઈ છે કે યહોવા આપણી મધ્યે છે, કેમ કે આમાં તમે યહોવાની આ નું ઉલ્લંઘન કર્યું નથી; હવે તો તમે ઇઝરાયલીઓને યહોવાના હાથમાંથી છોડાવ્યા છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી યાજક એલઆજારના પુત્ર ફીનહાસે રૂબેન, ગાદ અને મનાશ્શાના લોકોને કહ્યું, “હવે અમને ખાતરી થઈ છે કે યહોવા આપણી વચ્ચે છે, કારણ તમે બધાએ યહોવા સામે બળવો કર્યો નથી, એથી તમે યહોવાની સજામાંથી ઇસ્રાએલીઓને ઉગારી લીધા છે.”