Joshua 23:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ જેમ તમારા યહોવા પ્રભુએ તમને આપેલા સર્વ સારાં વચન તમારા પ્રત્યે ફળીભૂત થયાં, તેમ, આ જે સારી જમીન તમારા યહોવા પ્રભુએ તમને આપી છે, તેના પરથી તમારો નાશ થતાં સુધી યહોવા તમારા પર સર્વ વિપત્તિઓ લાવે એવું પણ બનશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ જેમ તેમણે તમને આપેલાં બધાં વચનો પાળ્યાં તેમ તેમણે તમને આપેલી બધી ચેતવણીઓનો પણ તે અમલ કરશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એમ થશે કે જેમ તમારા ઈશ્વર યહોવાએ તમને આપેલાં સર્વ સારાં વચન તમારા સંબંધમાં ફળીભૂત થયાં, તેમ જ આ જે સારી ભૂમિ તમારા ઈશ્વર યહોવાએ તમને આપી છે તે ઉપરથી તમારો નાશ કરતાં સુધી યહોવા તમારા પર [આગળ કહેલી] સર્વ વિપત્તિઓ લાવશે [એમ પણ બનશે].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સારાઁ વચનો જે યહોવાએ આપ્યાં હતાં, તેણે તેમાંના બધાં પાળ્યાં છે, અને જો તમે તેનું પાલન નહિ કરો તો તમાંરા બધા પર વિપત્તી આવશે અને તે તમને દબાણ કરી આ બધી ભૂમિમાંથી કાઢશે જે તેણે તમને આપી હતી અને તમાંરો નાશ કરશે.