Joshua 23:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોશુઆએ સર્વ ઇઝરાયલ, તેઓના વડીલો, તેઓના આગેવાનો, તેઓના ન્યાયાધીશો અને અધિકારીઓને બોલાવ્યા અને તેઓને કહ્યું, "હું ઘણો વૃદ્ધ થયો છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તેણે સર્વ ઇઝરાયલને તથા તેમના વડીલો, આગેવાનો, ન્યાયાધીશો અને અધિકારીઓને બોલાવીને તેમને કહ્યું, “હું હવે ઘણો વયોવૃદ્ધ થયો છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે યહોશુઆએ સર્વ ઇસ્‍ત્રાયલને તેઓના વડીલોને ને તેઓના મુખ્ય પુરુષોને, ને તેઓના ન્યાયાધીશોને, ને તેઓના અધિકારીઓને બોલાવીને તેઓને કહ્યું, “હવે હું ઘણો વૃદ્ધ તથા વયધર થયો છું;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે ઇસ્રાએલના આગેવાનોને, ઇસ્રાએલી લોકોને અને તેઓના કુટુંબોને ઇસ્રાએલીઓના દરેક કુટુંબના મુખી સાથે, ન્યાયાધીશોને અને અમલદારોને બોલાવીને અને કહ્યું, “હું હવે ખૂબ ઘરડો થયો છું.