Joshua 23:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવા તમારા પ્રભુ એ દેશજાતિઓને તમારી આગળથી કાઢી મૂકશે. તે તેઓનું પતન કરશે. તેમની જમીનને જપ્ત કરશે અને જેમ યહોવા તમારા પ્રભુએ તમને વચન આપ્યુ હતું તેમ, તમે તેમનો દેશ કબજે કરશો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારા ઈશ્વર પ્રભુ એ પ્રજાઓને તમારી આગળ પીછેહઠ કરાવશે અને તમે આગળ વધતા રહો તેમ તેમ તેમને હાંકી કાઢશે. તમારા ઈશ્વર પ્રભુએ તમને આપેલા વચન પ્રમાણે તમે તેમનો પ્રદેશ સંપાદન કરી શકશો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવા તમારા ઈશ્વર પોતે જ તેઓને તમારી આગળથી હાંકી કાઢીને તમારી દષ્ટિથી દૂર કરશે; અને તમારા ઈશ્વર યહોવાએ તમને કહ્યું હતું તેમ, તમે તેઓનો દેશ કબજામાં લેશો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમાંરા દેવ યહોવા તેઓને તમાંરી સમક્ષ દબાણથી હાંકી કાઢશે, અને તેણે તમને આપેલા વચન પ્રમાંણે, તમે તેમની ભૂમિ કબ્જે કરશો.