Joshua 24:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો તમારી દ્રષ્ટિમાં યહોવાહની આરાધના કરવી એ અયોગ્ય લાગતું હોય, તો આજે તમે પોતે નક્કી કરો કે તમે કોની સેવા કરશો? નદીની પેલી પાર રહેતા તમારા પૂર્વજોના દેવોની અથવા જે અમોરીઓના દેશમાં તમે રહો છો તેઓના દેવોની તમે પૂજાભક્તિ કરશો? પણ હું અને મારું કુટુંબ તો યહોવાહની જ સેવા કરીશું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ જો તમે પ્રભુની સેવાભક્તિ કરવા ન માગતા હો તો આજે નક્કી કરો કે તમે કોની સેવા કરશો: મેસોપોટેમિયામાં તમારા પૂર્વજો જેમની પૂજા કરતા હતા તેમની સેવા કરશો કે જેમના દેશમાં તમે અત્યારે રહો છો તે અમોરીઓના દેવોની સેવા કરશો? જો કે હું અને મારું કુટુંબ તો અમે પ્રભુની સેવા કરીશું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જો યહોવાની સેવા કરવી એ તમને માઠું લાગતુમ હોય, તો કોની સેવા તમે કરશો તે આજે જ પસંદ કરો; એટલે નદીની પેલી બાજુ તમારા પિતૃઓ જે દેવોની સેવા કરતા હતા તેઓની, અથવા જે અમોરીઓના દેશમાં તમે વસો છો તેઓના દેવોની? પણ હું ને મારા ઘરનાં તો યહોવાની જ સેવા કરીશું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોશુઆએ લોકોને કહ્યું, “પરંતુ જો તમને યહોવાની સેવા કરવાનું પસંદ ના હોય તો તમાંરે કોની પૂજા કરવી છે તેનો આજે જ નિર્ણય કરી લો: જે દેવોને તમાંરા પિતૃઓ ફ્રાત નદીને કાંઠે પૂજતા હતા તેની કે જેમના પ્રદેશમાં તમે વસો છો તે અમોરીઓના દેવોની? પણ હું અને માંરું કુટુંબ તો યહોવાની જ સેવા કરીશું.”