Joshua 24:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો તમે તમારા યહોવાહને ત્યજીને વિદેશીઓના દેવોની ઉપાસના કરશો, તો તેઓ તમારું સારું કર્યા પછી, તમારી વિરુદ્ધ થઈને તમારું અહિત કરશે. તમને નષ્ટ કરી નાખશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને તમે તેમનો ત્યાગ કરીને અન્ય દેવોની સેવા કરશો તો તે તમારી વિરુદ્ધ થઈ જશે અને તમને શિક્ષા કરશે. તે તમારા પ્રત્યે અગાઉ ભલા થયા હોવા છતાં તે તમારો નાશ કરશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો તમે યહોવાને છોડીને અન્ય દેવોની સેવા કરશો, તો તમારું સારું કર્યા પછી પણ તે તમારી ઊલટા થઈને તમારું માઠું કરશે, ને તમારો ક્ષય કરશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો તમે યહોવાને છોડીને બીજા દેવોને ભજશો તો તે તમાંરી સામે થઈ જશે અને તમાંરા ઉપર વિપત્તી લાવશે, ભૂતકાળમાં તેણે તમાંરું સારું કર્યુ છે, પણ જો તમે તેની વિરુદ્ધ જશો તો, તે તમાંરા બધાનો નાશ કરશે.”