Joshua 24:31 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે સર્વ દિવસોમાં જે વડીલો યહોશુઆની આખી જિંદગી સુધી અને તેના પછી જીવતા રહ્યા હતા અને યહોવાહે ઇઝરાયલ માટે જે સર્વ કર્યું હતું તેનો અનુભવ કર્યો, તેઓના જીવન પર્યંત ઇઝરાયલે યહોવાહની સેવા કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહોશુઆ જીવતો હતો ત્યાં સુધી ઇઝરાયલી લોકોએ પ્રભુની સેવા કરી અને તેના અવસાન પછી પણ ઇઝરાયલને માટે પ્રભુએ કરેલાં સર્વ કાર્યો જોનાર આગેવાનો જીવ્યા ત્યાં સુધી તેમણે પ્રભુની સેવા કરવાનું ચાલુ રાખ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોશુઆની આખી જિંદગી સુધી, ને જે વડીલો યહોશુઆની પાછળ જીવતા રહ્યા, અને યહોવાએ જે સર્વ કામ ઇઝરાયલને માટે કર્યાં હતાં તે જેઓ જાણતા હતા તેઓના જીવતાં સુધી ઇઝરાયલે યહોવાની સેવા કરી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોશુઆ જીવતો હતો ત્યાં સુધી, અને ઇસ્રાએલને માંટે યહોવાએ શું શું કર્યું છે તે બધું જેઓ જાણતા હતાં તેવા તેના પછી રહેલા આ ઇસ્રાએલી વડીલો, જીવ્યા ત્યાં સુધી યહોવાની સેવા કરતાં રહ્યાં.