Joshua 3:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને યહોશુઆ વહેલી સવારે ઊઠયો, તે અને ઇઝરાયલના સર્વ લોકો શિટ્ટીમમાંથી નીકળી યર્દન આવ્યા, નદી ઓળંગતાં પહેલાં તેઓએ ત્યાં છાવણી કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બીજે દિવસે સવારે યહોશુઆ અને સર્વ ઇઝરાયલી લોકો વહેલા ઊઠયા અને શિટ્ટિમમાંથી છાવણી ઉપાડીને યર્દન આગળ આવ્યા. તેમણે નદી પાર કરી તે પહેલાં તેમણે ત્યાં છાવણી નાખી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોશુઆ વહેલી સવારે ઊઠ્યો, ને તે તથા સર્વ ઇઝરાયલી લોકો શિટ્ટિમમાંથી નીકળ્યા ને યર્દન આગળ આવ્યા. અને તેઓ પેલે પાર ઊતર્યા તે પહેલાં તેઓએ ત્યાં છાવણી કરી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બીજે દિવસે વહેલી પરોઢે યહોશુઆ તથા બધા ઇસ્રાએલી લોકો શિટ્ટિમ શહેરમાંથી બહાર આવ્યા અને સાંજે તેઓએ નદી ઓળંગતા પહેલા યર્દન નદીના કિનારા પર મુકામ કર્યો.