Joshua 4:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રુબેનીનું કુળ, ગાદનું કુળ અને મનાશ્શાનું અર્ધ કુળ, મૂસાના ફરમાવ્યા પ્રમાણે, શસ્ત્ર સજીને સૈન્યના રૂપમાં ઇઝરાયલના લોકોની આગળ ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોશેના ફરમાન પ્રમાણે રૂબેન અને ગાદનાં કુળો અને મનાશ્શાના અર્ધા કુળના લડવૈયા પુરુષો પણ શસ્ત્રસજ્જ થઈને બાકીના સર્વ ઇઝરાયલીઓ આગળ નદી પાર ઉતર્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને રુબેનપુત્રો ને ગાદપુત્રો ને મનાશ્શાનું અર્ધકુળ મૂસાના ફરમાવ્યા પ્રમાણે શસ્ત્ર સજીને ઇઝરાયલી લોકોની આગળ પેલે પાર ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મૂસાએ જણાવ્યું હતું તે મુજબ રૂબેન, ગાદ અને મનાશ્શાના અર્ધકુળસમૂહની ટુકડીઓ સંપૂર્ણ શસ્ત્રસજજ થઈને ઇસ્રાએલી પ્રજાની આગળ નદી ઓળંગી ગઈ.