Joshua 4:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોશુઆએ તેઓને કહ્યું, "તમારા યહોવા, પ્રભુના કરારકોશની આગળ યર્દન નદીની મધ્યમાં જાઓ, તમારામાંનો દરેક પોતાના ખભા પર ઇઝરાયલના લોકોના કુળની સંખ્યા પ્રમાણે એક એક પથ્થર ઊંચકી લો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને તેમને કહ્યું, “તમારા ઈશ્વર પ્રભુની કરારપેટી પાસે યર્દનમાં જાઓ. ઇઝરાયલનાં બાર કુળના પ્રત્યેક કુળ માટે એક પથ્થર એમ તમે પ્રત્યેક તમારા ખભા પર એકએક પથ્થર ઊંચકી લાવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોશુઆએ તેઓને કહ્યું, “તમારા ઈશ્વર યહોવાના કોશની આગળ યર્દન મધ્યે જાઓ, અને તમારામાંનો પ્રત્યેક જણ ઇઝરાયલી લોકોના કુળની સંખ્યા પ્રમાણે તમારે ખભે અકેક પથ્થર ઊંચકી લો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તેણે કહ્યું, “તમાંરામાંના બધા યાજકો દ્વારા ઉપાડાયેલા તમાંરા યહોવા દેવના કોશની આગળ યર્દન નદીમાં જાઓ, અને તમાંરામાંના દરેકે એક પથ્થર ઉપાડવો. ત્યાં દરેક કુળસમૂહ માંટે એક પથ્થર લો.